ઉપ રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ સન્માન

  • 4 years ago
ગાંધીનગર: પોલીસ એકેડેમી કરાઇ ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમવેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે આ સાથે જ ગુજરાત પોલીસને તેનો અલાયદો ધ્વજ અને લોગો મળ્યો છે‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું દેખીતું પ્રતિક છે ‘NISHAAN’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલી કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે ત્યારે આજે ગુજરાત પોલીસ દળ આ સન્માનથી સન્માનિત થતું 7મું રાજ્ય અને સાથે જ દેશનું 8મું મોટું પોલીસ દળ બન્યું છે અત્યાર સુધી મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, દિલ્હી, તમિલનાડુ, જમ્મુ-કાશ્મીર, ત્રિપુરા અને આસામ રાજ્યના પોલીસને આ સન્માન મળ્યું છે પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાયેલી સેરેમોનિયલ પરેડમાં ઉપ રાષ્ટ્રપતિ એમવેંકૈયા નાયડુ ગુજરાત પોલીસને ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાન એનાયત કર્યો છે આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલા ધ્વજ અને વિશેષ પ્રતિક ગુજરાત પોલીસને ઉપ રાષ્ટ્રપતિ એનાયત કર્યો હતો