ગરુડેશ્વરમાં અકસ્માત સમયે પસાર થતા PSIએ પોલીસની ગાડીમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા

  • 5 years ago
રાજપીપલાઃગરુડેશ્વર તાલુકાના ભણાદ્રા ગામની ચોકડી પાસે બે બાઇકો સામ સામે ભટકાતા ત્રણ યુવાનો ઘાયલ થયા આ સમયે 108ની રાહ જોતા હતા તે સમયે ત્યાંથી પસાર થતા PSI કેકેપાઠક અને તેમની ટીમે ત્રણેય ઇજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યા માનવતા ભર્યું કાર્ય હતું પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલાથી સ્ટેચ્યુ જતા રસ્તા પર આવતા ભણાદ્રા ચોકડી નજીક બે બાઇકો ધડાકાભેર સામ સામે અથડાઈ હતી જેમાં એક બાઇક પર કલીમકવાના ગામના યુવાનો વિકીરાજ વિઠ્ઠલ તડવી, અને વિપુલ નટવર તડવી બંને એક બાઇક પર ગરુડેશ્વર તરફ આવતા હતા અને સામે નાની રાવલનો યુવાન કલ્પેશ રમેશ તડવી રાજપીપલા તરફ આવતો હતો જેમાં અચાનક બંને બાઇકો ધડાકાભેર અથડાઈ જેમાં ત્રણેય ને ગંભીર ઇજાઓ પહોંચી સ્થાનિકોએ 108ને ફોન કર્યો પરંતુ વધુ ગંભીર ઇજા હોય લોહી વધુ નીકળતું હોય જ્યાંથી પસાર થતા પી એસઆઈ કેકેપાઠક અકસ્માત જોઈ ઉભા રહ્યાં અને તાત્કાલિક તેમની ગાડીમાં રાખી યુવાનને રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો સમયસર સારવાર મળતા ત્રણેય યુવાનોનો બચાવ થયો જેમાં વિપુલ અને કમલેશને વડોદરા વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યાં હતાં