સગાઈ તૂટ્યા બાદ પ્રેમ થયો, બંનેએ વીડિયો કોલ કરી યુવતીએ ગળેફાંસો ખાધો, યુવકે ઝેર પીધું

  • 5 years ago
રાજકોટ: ચોટીલાના પિયાવા ગામે રહેતા સુરેશ ચોથાભાઇ જમોડ (ઉ22) નામના યુવકની સગાઇ થાનમાં રહેતી ભાનુ સાબરીયા નામની યુવતી સાથે થઇ હતી પરંતુ કોઇ કારણોસર યુવતીની માતા લગ્ન માટે ના પાડી હતી પરંતુ સગાઇ તૂટ્યા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો બંનેના પરિવારજનો બંનેને એક નહીં થવા દે તેવા ડરથી આપઘાતનું પગલું ભર્યું હતું આપઘાત કરતા પહેલા બંનેએ પોતાના મોબાઇલમાંથી વીડિયો કોલ કર્યો હતો જેમાં ભાનુએ પોતાના ઘરે જ ગળેફાંસો ખાધો હતો અને સુરેશે ઝેરી દવા પીધી હતી આ બનાવમાં ભાનુનું મોત નીપજ્યું હતું આ અંગેની ફરિયાદ થાન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી