રાજનાથ સિંહના કાફલામાં ઘૂસ્યો શખ્સ, હાથ જોડીને કહ્યું, આધારકાર્ડમાં નામ બદલવું છે

  • 5 years ago
દિલ્હી- સંસદની પાસે જ પસાર થઈ રહેલા રક્ષામંત્રી રાજનાથ સિંહના કાફલાની આગળ અચાનક જ એક શખ્સે ધસી આવીને બે હાથ જોડીને આજીજીઓ કરવાનું શરૂ કરીદીધું હતું કાફલાની સુરક્ષામાં રહેલા પોલીસકર્મીઓ પણ આવો ઘટનાક્રમ સર્જાતાં જ સફાળા જાગ્યા હતા તીવ્ર ઝડપે ઘટનાસ્થળે પોલીસે પહોંચી જઈને આ રીતે વચ્ચે ઘૂસીજનાર શખ્સની અટકાયત કરી હતી વિશ્વર દાસ નામની આ વ્યક્તિએ રાજનાથ સમક્ષ પીએમ મોદીને મળવા માટેની વાત કરી હતી પોલીસ તપાસમાં એ પણ બહાર આવ્યુંહતું કે તે પોતાના આધારકાર્ડમાં નામ બદલવા માટે પીએમને મળવા માગતો હતો માનસિક રીતે પણ અસ્થિર એવો આ35 વર્ષીય આ શખ્સ મૂળ ઉત્તર પ્રદેશના કુશીનગરનો હોવાનું પણ સામે આવ્યું હતું

Recommended