1 ડિસેમ્બરથી જો તમારી કાર પર ફાસ્ટેગ નહી હોય તો મુશ્કેલીઓ વધી શકે છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારે આગામી મહિનાથી રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત કર્યું છે. તેના અમલ પછી જો કોઈ વાહન ફાસ્ટેગ વગર ફાસ્ટેગ લેનમાં દાખલ થશે તો તેને બમણો ટોલ ટેક્સ ભરવો પડી શકે છે. તો જલ્દીથી ફાસ્ટેગનો ઓર્ડર આપો અને તેને તમારી કારમાં લગાવો. તેના માટે ક્યાંય જવાની જરૂર નથી, તમે ઘરેથી જ ઓનલાઇન ફાસ્ટેગનો ઓર્ડર કરી શકો છો.