ડોકમાં દૂધની બોટલનો હાર પહેરી માલધારી દિવસની ઉજવણી, બાઇક રેલી યોજાઇ

  • 5 years ago
રાજકોટ:આજે વિશ્વ માલધારી દિવસ છે સમગ્ર રાજ્યમાં આ દિવસની માલધારી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે દર વર્ષની જેમ રાજકોટમાં પણ માલધારી સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીનું શહેરના બેડીનાકા સ્થિત આવેલ રાણીમા રૂડીમા નકલંક મંદિર ખાતેથી પ્રસ્થાન કરાયું હતું અને બાદમાં શહેરના અલગ અલગ રાજમાર્ગો થઈને દિવાનપરામા આવેલ મચ્છુ માતાજી મંદિરે રેલી પૂર્ણ થઈ હતી આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો પરંપરાગત વસ્ત્રો પહેરીને જોડાયા હતા તો સાથે જ આજે મીલ્ક ડે પણ હોય માલધારી સમાજ દ્વારા બાઇક રેલીમાં દૂધની બોટલનો હાર પહેરી લોકોને એક અલગ જ સંદેશ આપવામાં આવ્યો હતો