કાંકરેજના ચાંગામાં વીજકરંટથી મોતને ભેટેલા આર્મીમેનને ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

  • 5 years ago
પાલનપુર: કાંકરેજ તાલુકાના ચાંગા ગામના વતની અને લશ્કરમાં ફરજ બજાવતા જવાન દોઢેક મહિના પહેલા પગે ફેકચર થતા વતનમાં રજા ઉપર હતા મંગળવારે ડીપી પર લંગર ચઢાવવા જતાં કરંટ લાગતા તેમનું મોત નીપજ્યું હતું આજે તેમને ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં પરિવાર, સમાજ સહિત ગામભરના લોકો જોડાયા હતા થરા પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું