સરદાર સરોવર ખાતે તળાવ નં-3માં બોટિંગની સુવિધા શરૂ

  • 5 years ago
રાજપીપળા: સરદાર સરોવર સ્થિત તળાવ નં-3 ખાતે ફરી એકવાર બોટિંગની સુવિધા શરૂ કરવામાં આવી છે આ વખતે ગોવાની ખાનગી એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, ત્યારે પ્રવાસીઓ બોટિંગ સાથે ગોવાની થીમ પર ડાન્સની મજા પણ લઇ રહ્યા છે સરદાર સરોવર અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓ માટે એક અનેરૂ આકર્ષણ ઉભું થયું છે જેમાં તંત્ર બોટિંગની સુવિધા શરૂ કરી છે પ્લેટફોર્મ સહિતનો પોઇન્ટ સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા બનાવવામાં આવ્યો છે જેને બોટિંગ સાથે પ્રવાસીઓને રાઈડ કરાવવા સહિતનો કોન્ટ્રાકટ ગોવાની ખાનગી એજન્સીને આપવામાં આવ્યો છે જેઓએ સુવિધાથી સજ્જ બોટ મૂકવામાં આવી છે અને પ્રવાસીઓની રાઈડ માટે જાય છે, ત્યારે એક પેટ્રોલિંગ બોટ પણ સાથે રહે છે પ્રવાસીઓ બોટિંગની મજા માણી આનંદ અનુભવે છે

Recommended