એરફોર્સ સ્ટેશન નલિયાએ નલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલ રેલીનું આયોજન કર્યું

  • 5 years ago
કેવડિયા:ભારતીય વાયુસેનાની 87મી વર્ષગાંઠ નિમિત્તે એરફોર્સ સ્ટેશન નલિયાએ નલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાયકલ રેલીનું આયોજન હાથ ધર્યું હતું 14 નવેમ્બર ના રોજ એરફોર્સ સ્ટેશન નલિયાથી રવાના થયેલ આ અભિયાન 19 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવી પહોંચી હતી એરફોર્સ, આર્મી, કોસ્ટગાર્ડ અને અલ્ટ્રા ટેક સિમેન્ટ ફેક્ટરીના કુલ 25 સહભાગીઓ નલિયાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સાયકલિંગ અભિયાનમાં ભાગ લીધો હતો આ અભિયાન ભારતના પ્રજાસત્તાક રાજ્યોમાં વિવિધ રજવાડાઓના એકીકરણમાં સરદાર વલ્લભભાઇ પટેલના નેતૃત્વને દર્શાવે છે આ સાયકલ અભિયાનને એર કમોડોર કટ્ટપા વાયુસેના મેડલ વિશિષ્ટ સેવા મેડલ, એર ઓફિસર કમાન્ડિંગ, એરફોર્સ સ્ટેશન વડોદરા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થળે ફ્લોગ ઓન કરવામાં આવી હતો