આ ગુજરાતીએ બનાવી છે અયોધ્યાના રામમંદિરની ડિઝાઈન, ખાસિયત એવી કે મંદિરમાં ભીડ જ નહીં થાય

  • 5 years ago
વીડિયો ડેસ્કઃ અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામ મંદિર બનવાનો માર્ગ મોકળો થયો છે હવે બધાને એક જ સવાલ થાય છે કે,મંદિરનું નિર્માણ ક્યારે થશે અને આ મંદિર કેવું હશે? આ સવાલની વચ્ચે ગુજરાત માટે ગૌરવની વાત એ છે કે, આ મંદિરની ડિઝાઇન ગુજરાતી ટેમ્પલ આર્કિટેક્ટ દ્વારા જ તૈયાર કરવામાં આવી છે આ આર્કિટેક્ટનું નામ ચંદ્રકાન્તભાઈ સોમપુરા છે તેઓ મૂળ ભાવનગર જિલ્લાના વતની છે સોમપુરા પરિવાર લગભગ 600 વર્ષથી મંદિરોની ડિઝાઇન તૈયાર કરી રહ્યો છે ચંદ્રકાન્તભાઈના દાદાએ જ સોમનાથ મંદિરની ડિઝાઇન તૈયાર કરી હતી તેમનું કહેવું છે કે, અંબાજી, બહુચરાજી, અક્ષરધામ અને લંડનના સ્વામિનારાયણ મંદિરની ડિઝાઇન પણ તેમણે જ તૈયાર કરી છે તો આવો ચંદ્રકાન્તભાઈ પાસે જાણીએ કે, અયોધ્યાનું રામ મંદિર કેવું હશે?