સંઘ પ્રમુખ મોહન ભાગવતે સ્વાર્થની વધતી પ્રવૃત્તિને લઈ ચિંતા દર્શાવી

  • 5 years ago
સંઘ પ્રમુખ મોહન ભાગવતે સોમવારે નાગપુરમાં સંઘના એક કાર્યક્રમમાં માનવ સ્વાર્થની વધતી પ્રવૃત્તિને લઈ ચિંતા દર્શાવી હતી તેમણે કહ્યું હતું કે સૌ કોઈ જાણે છે કે સ્વાર્થ ખૂબ ખરાબ વાત છે, પરંતુ પોતાના સ્વાર્થને ઘણા ઓછો લોકો છોડી શકે છે તમે આ માટે દેશ અથવા વ્યક્તિનું ઉદાહરણ લઈ શકો છો ભાગવતનું આ નિવેદન મહારાષ્ટ્રના વર્તમાન રાજકીય સંકટ સાથે જોડીને જોવામાં આવે છે

સંઘ પ્રમુખે કહ્યું હતું કે સૌ કોઈ જાણે છે કે પ્રકૃત્તિનો નાશ કરવાથી આપણે સૌ નાશ પામી જશું, તેમ છતાં પ્રકૃત્તિનો નાશ અટક્યો નથી સૌ જાણે છે કે પરસ્પર ઝઘડા કરવાથી બન્નેને નુકસાન પહોંચશે, પરંતુ પરસ્પર ઝઘડવાનું બંધ થયું નથી