અયોધ્યામાં પરિસ્થિતિ સામાન્ય, શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા

  • 5 years ago
134 વર્ષ જૂના અયોધ્યા વિવાદમાં ચૂકાદો આવ્યા બાદ રવિવારે સવારે અહીં સરયૂ તટ પર લોકો ઉત્સાહિત દેખાયા હતાં લોકો વહેલી સવારથી જ ઘાટ પર સ્નાન કરવા માટે પહોંચવા લાગ્યા અને રોજની સરખામણીએ ભીડ વધારે હતી શ્રદ્ધાળુઓએ મંદિરોમાં પૂજા-અર્ચના કરી અને શ્રીરામનો જયઘોષ કર્યો સુરક્ષા વ્યવસ્થા ચૂસ્ત છે અને સડકો પર પરિસ્થિતિ સામાન્ય છે જોકે અમુક રસ્તાઓ પર વાહનોના જવા પર પ્રતિંબધ છે સુપ્રીમ કોર્ટે શનિવારે વિવાદિત જમીન પર રામ મંદિર બનાવવા અને મુસ્લિમ પક્ષને અયોધ્યામાં મસ્જિદ નિર્માણ માટે 5 એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે