‘મહા’સંકટ ટળ્યું, હજુ 24 કલાક ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

  • 5 years ago
અમદાવાદ: મહા વાવાઝોડાની સંકટ રાજ્ય પરથી ટળી ગયું છે વાવાઝોડું બપોરે 12 વાગ્યા બાદ અરબી સમુદ્રમાં જ ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું છે પરંતુ હજી 24 કલાક રાજયના સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે દીવના કલેક્ટરે જણાવ્યું હતું કે, આજે બપોરે 12 વાગ્યા પછી અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની શક્યતા છે IMDના રિપોર્ટ પ્રમાણે વાવાઝોડુ ટળી ગયું હોવાની સંભાવના છે તેમ છતાં 5 એનડીઆરએફની ટીમ તૈનાત છે 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે ગત રાતથી સતત વરસાદ પડી રહ્યો છે જેની સામે તંત્ર પહોંચી વળવા તૈયાર છે

Recommended