કેન્દ્ર અયોધ્યા કેસમાં ચુકાદાને ધ્યાનમાં રાખી કાયદો-વ્યવસ્થા જાળવવા ઉત્તરપ્રદેશમાં 4000 સુરક્ષા કર્મી મોકલશે

  • 5 years ago
રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ કેસ અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાના સમયે અને ત્યારબાદ ઉત્તરપ્રદેશમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવા કેન્દ્ર સરકાર વધારાના 4,000 અર્ધલશ્કરી દળના જવાનોને ઉત્તરપ્રદેશ મોકલી રહી છે ગૃહ મંત્રાલયે ગત સોમવારે ઉત્તરપ્રદેશમાં અર્ધલશ્કરી દળોની 15 બટાલીયન ઉત્તરપ્રદેશ મોકલવાનો નિર્ણય કર્યો હતો,જ્યાં 18મી નવેમ્બર સુધી આ સુરક્ષા દળો રાજ્યમાં તૈનાત રહેશે BSF, RAF, CISF, ITBP અને SSB દરેકની ત્રણ-ત્રણ બટાલીયન સહિત અર્ધલશ્કરી દળોની 15 બટાલીયનનો સમાવેશ થાય છે સત્તાવાર માહિતી પ્રમાણે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 15 કરતાં વધારે કંપની 11મી નવેમ્બરના રોજ ઉત્તરપ્રદેશ પહોંચશે અને 18મી નવેમ્બર સુધી ફરજ પર તૈનાત રહેશે

Recommended