મહારાષ્ટ્ર પર લાગેલું ગ્રહણ હટી જશે - સંજય રાઉત

  • 5 years ago
વિધાનસભા ચૂંટણી પરિણામ આવે 13 દિવસ પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટેની મૂંઝવણ યથાવત છે ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ અને નિવેદનબાજી વધી ગઈ છે મંગળવારે ફરી એક વાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે છેલ્લા 5 દિવસમાં રાઉતે બીજી વખત આવું નિવેદન આપ્યું છે તેમણે દાવો કર્યો છે કે, તેમની પાસે 171 ધારાસભ્યોનું સમર્થન છે અને તે સંખ્યા 175 થઈ શકે છે

બીજી બાજુ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોરી તિવારીએ રાજ્યમાં સરકાર ગઠન વિશે ચાલી રહેલી ખેંચતાણને ખતમ કરવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખ્યો છે આ પત્રમાં તેમણે સંઘ પ્રમુખને આગ્રહ કર્યો હતો કે તેઓ સરકાર ગઠન વિશે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે મધ્યસ્થતા કરાવે જેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેચતાણનો સહમતીથી ઉકેલ લાવી શકાય

Recommended