મોટી દમણના ડિમોલિશનમાં બેઘર બનેલા પરિવારના ચક્કાજામથી પરિસ્થિતિ તંગ, ધારા 144 લાગુ કરાઈ

  • 5 years ago
સુરતઃમોટી દમણના લાઇટ હાઉસથી લઇને જમ્પોર બીચ સુધીમાં આવતા ગેરકાયદે 97 મકાન ઉપર શુક્રવારે પ્રશાસને બૂલડોઝર ફેરવી દીધું હતું એક જ ઝાટકામાં 97 જેટલા પરિવાર રોડ ઉપર આવી જતા આક્રોશમાં આવેલા બેઘર પરિવારના સભ્યોએ શનિવારે બપોર પછી રાજીવ ગાંધી સેતુ ઉપર ચક્કાજામ કરીને પ્રશાસન પાસેથી અન્ય રહેવા માટેની વૈકલ્પિક વ્યવસ્થાની માગ કરી હતી જોકે, દમણ પોલીસ ફોર્સ અને ઉચ્ચ અધિકારીઓની સમજાવટ બાદ મામલો શાંત પડ્યો ન હતો આજે ફરી લોકો રસ્તા પર ઉતરી આવતા પરિસ્થિતિ તંગ બની ગઈ હતી જેના પગલે પ્રશાસન દ્વારા સાત દિવસ 144 ધારા લાગુ કરી દેવામાં આવી છે પોલીસે પ્રદર્શન રોકવા માટે ટેન્કરથી પાણીનો મારો ચલાવ્યો હતો આ ઉપરાંત ટોળને વિખેરવા માટે હળવો લાઠી ચાર્જ કરાયો હતો આખરે કલેકટરે આ વિસ્તારમાં ધારા 144 લાગુ કરાતા 50થી વધુ પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી