સોમનાથ-કોડીનારને જોડતા જર્જરીત પુલનું નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે ચેકિંગ કર્યું

  • 5 years ago
ગીર સોમનાથઃ સોમનાથ કોડીનારને જોડતા હીરણના જર્જરીત પુલનું નેશનલ હાઇવે ઓથોરિટીની દીલ્હીથી આવેલી ટીમે આજે સવારે ચેકિંગ કર્યું હતું આ બ્રીજ ઘણી વખત જર્જરીત થઇ ચૂક્યો છે, પરંતુ બ્રિજનું સમારકામ કરીને તેને ફરીથી શરૂ કરી દેવામાં આવે છે જેથી નેશનલ હાઇવે ઓથોરિટીની ટીમે પુલની કેપેસિટીનું ચેકિંગ કર્યું હતું વહેલી સવારે સાત વાગ્યાથી ચેકિંગ હાથ ધરાતા અઢી કલાક સુધી વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો જેને પગલે વાહન ચાલકો અટવાઇ ગયા હતા સોમનાથ આવેલા યાત્રીકો અને સ્થાનિક મુસાફરોને પુલ ઉપરથી ચાલીને જવુ પડ્યું હતું આ પુલ 1960માં બન્યો હતો

Recommended