અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ

  • 5 years ago
અમરેલી: અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયો તોફાની બન્યો છે અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે દીવમાં મોડીરાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકમાં દીવમાં ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે

Recommended