મહેસાણામાં મીઠાની સીમમાં ONGCની ગેસ લાઇનમાં વિસ્ફોટ, ત્રણ દાઝ્યા

  • 5 years ago
મહેસાણાઃ મહેસાણા તાલુકાના મીઠા ગામની સીમમાં ખેતરમાંથી પસાર થતી ONGCની પાઇપ લાઇનમાંથી બે દિવસથી થતું લીકેજ જોવા બુધવારે રાત્રે જીપ લઇને ગયેલા ખેડૂત, ONGCનો સફાઇ કામદાર અને ડ્રાઇવર જીપમાંથી નીચે ઉતર્યા ત્યાં જ ધડાકા સાથે જીપ અને ખેતરમાં આગ ભડકી ઊઠી હતી આથી ત્રણેય જીવ બચાવવા નેળિયામાંથી સળગતી હાલતમાં 300 મીટર સુધી દોડ્યા હતા જેમાં ગંભીર રીતે દાઝી જતાં ત્રણેયને સારવાર માટે મહેસાણા લવાયા હતા, પરંતુ ખેડૂત 60 ટકાથી વધુ દાઝેલા હોઇ અમદાવાદ ટ્રાન્સફર કરાયા હતા સાંથલ પોલીસે નોંધ કરી છે જીપ ચાલુ હોઇ સ્પાર્ક થવાથી બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન છે