ફવાદ ચૌધરીનું વિવાદાસ્પદ ટવીટ, લાહોરમાં વધી રહેલા હવાના પ્રદૂષણ માટે ભારત જવાબદાર

  • 5 years ago
હંમેશા વિવાદાસ્પદ ટવીટ માટે જાણીતા પાકિસ્તાનના સાયન્સ અને ટેકનોલોજી બાબતના પ્રધાન ફવાદ ચૌધરીએ ફરી એક વખત વિવાદાસ્પદ ટવીટ કર્યું છે આ વખતે તેમણે લાહોરમાં વધી રહેલા હવાના પ્રદૂષણ માટે ભારતને જવાબદાર ઠરાવ્યું છે ચૌધરીએ બુધવારે ટવીટરમાં જણાવ્યું હતું કે પર્યાવરણ મંત્રાલયે કેબિનેટને માહિતગાર કરેલ છે કે લાહોરમાં પ્રદૂષણ થવા પાછળનું મોટુ કારણ સરહદ પારની સ્થિતિ છે વાઘામાં પ્રદૂષણનું સ્તર લાહોર કરતા બે ગણુ છે

ભારતના ખરાબ પર્યાવરણ અને ખેતરોમાં પરાલી સળગાવવાને લીધે લાહોરમાં પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ ગઈ છે બિન-જવાબદાર આ સરકાર એક અભિશાપ છે ટેકનોલોજી બાબતના પ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે કે જ્યારે એર ક્વોલિટી ઈન્ડેક્ષ (AQI)ના નવા રેન્કિંગમાં વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાં લાહોર બીજા ક્રમે છે