ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે 5 માછીમારોને રેસ્ક્યુ કર્યા, દરિયામાં ફસાયા હતા

  • 5 years ago
25 ઓક્ટોબરે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડના અમર્ત્ય શિપે પાંચ માછીમારોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું આ બચાવ કામગીરીનો વીડિયો પણ સામે આવ્યો હતો શિપમાંસવાર જવાનોએ ફિશિંગ બોટમાં રહેલા પાંચ માછીમારોને બચાવ્યા હતા મધદરિયે તોફાનમાં ફસાયેલા આ પાંચ માછીમારોને બચાવી તરત જ પ્રાથમિક સારવાર આપવામાંઆવી હતી મળતી માહિતી પ્રમાણે તેમની તબિયત સ્થિર છે કર્ણાટકમાં આવેલા કરવાર પોર્ટ પાસે આ માછીમારો માછીમારી કરવા ગયા હતા ત્યારે તેઓ દરિયાઈ તોફાનમાંફસાયા હોવાની માહિતી કોસ્ટ ગાર્ડને મળતાં જ તેમની બચાવ કામગીરી હાથ ધરાઈ હતી