વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારમાં કેટલા છે સભ્યો? જાણો કોણ શું કરે છે?
  • 5 years ago
આજે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પરિવારના સભ્યો મધ્યમવર્ગીય પરિવારની જેમ લાઈમલાઇટ અને જીવનશૈલીથી દૂર છે. તેમના પિતાનું નામ દામોદરદાસ મોદી અને માતાનું નામ હિરાબેન છે અને તેમની પત્નીનું નામ જશોદાબેન છે. નરેન્દ્ર મોદીના 4 ભાઈ અને 1 બહેન છે. સોમભાઇ, અમરૂતભાઇ, પ્રહલાદભાઇ, વસંતીબેન અને પંકજભાઇ. 75 વર્ષના સોમભાઇ આરોગ્ય વિભાગમાં નોકરી કરતા હતા અને હવે સામાજિક કાર્યકર છે. અમરતભાઈ એક ખાનગી કંપનીમાં ફીટરનું કામ કરતા હતા. પ્રહલાદ મોદી અમદાવાદમાં કરિયાણાની દુકાન ચલાવે છે. પંકજ મોદી ભાઈ-બહેનોમાં સૌથી નાના છે અને ગુજરાત માહિતી વિભાગમાં અધિકારી તરીકે કામ કરે છે. મોદીની માતા હિરાબેન તેમની સાથે ગાંધીનગરમાં રહે છે. નરેન્દ્ર મોદીની એક જ બહેન છે વાસંતીબેન. તેના પતિનું નામ હસમુખ ભાઈ છે જે એલઆઈસીમાં નોકરી કરતા હતા. મોદી પરિવાર હજી પણ એવી જ રીતે જીવન જીવે છે કે દુનિયા તેમના વિશે વધારે જાણતી નથી.
Recommended