પૂર્વ PM નવાઝ શરીફની તબિયત બગડતા લાહોરની આર્મી હોસ્પિટલ દાખલ કરાયા

  • 5 years ago
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની તબિયત લથડતા સોમવારે રાત્રે તેમણે સારવાર અર્થે લાહોરની આર્મી હોસ્પિટલ ખસેડાયા હતા નેશનલ એકાઉન્ટબિલીટી બ્યુરોના જણાવ્યા પ્રમાણે, તેમની પરિસ્થિતીમાં સુધારો જણાયો છે સાથે જ ડેન્ગ્યુના રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા છે લાહોરમાં આવેલી મેડિકલ કોલેજના રિપોર્ટ પ્રમાણે નવાઝ શરીફના બ્લડ સેલને 1,40,000થી 4,50,000 વચ્ચે હોવું જોઈએ પરંતુ તે ઘટીને માત્ર 12,000 થઈ ગયા છે

નવાઝના ભાઈએ પાકિસ્તાની પીએમ પર નિશાન સાધ્યું
નવાઝ શરીફની તબિયત બગડતા તેમના ભાઈ શહબાઝ શરીફે ઈમરાન પર પણ નિશાન સાધ્યું છે તેમણે આરોપ લગાવ્યો છે કે તેમના ભાઈની યોગ્ય રીતે દેખરેખ નથી થઈ રહી જો મારા ભાઈને કંઈ પણ થયું તો તેના જવાબદાર પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન જ હશે

Recommended