વડાપ્રધાન મોદીની ફિલ્મી હસ્તીઓને દાંડી, સ્ટેચ્યૂ આૅફ યુનિટી જવા અપીલ

  • 5 years ago
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીના વર્ષને અનુલક્ષીને આમિર, શાહરુખ, કંગના, રાજકુમાર હીરાની અને આનંદ એલ રાય સહિત કળા અને સિનેમા જગતની ઘણી હસ્તીઓએ શનિવારે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસ 7, લોક કલ્યાણ માર્ગ ખાતે ગાંધીજીના વિચારો અંગે ચર્ચા કરી અને ગાંધીજી સાથે જોડાયેલા કાર્યક્રમો બાબતે સૂચનો કર્યા આ દરમિયાન મોદીએ ફિલ્મ જગતની હસ્તીઓને દાંડીમાં બનેલા ગાંધી મ્યૂઝિયમની મુલાકાત લેવા અપીલ કરી તેમણે કહ્યું કે, તમારે બધાએ સ્ટેચ્યુ ઑફ યુનિટી નિહાળવા પણ જવું જોઇએ, જ્યાં દેશ-દુનિયામાંથી લોકો આવે છે ગાંધીજીના વિચારો સાદગીના પર્યાય અને વ્યાપક છે વડાપ્રધાને એમ પણ જણાવ્યું કે મહાત્મા ગાંધીના વિચારોના પ્રચાર-પ્રસાર માટે ફિલ્મ અને ટીવી જગતના લોકો શાનદાર કામ કરી રહ્યા છે રચનાત્મકતાની ક્ષમતા ઘણી વધુ છે દેશમાં તેને પ્રોત્સાહન આપવું જરૂરી છે

Recommended