ગુરુવારે મેક્સિકોએ 300થી વધુ ભારતીયોને પરત મોકલ્યા

  • 5 years ago
વિશેષ વિમાન દ્વારા 325 ભારતીય શુક્રવારે સવારે દિલ્હી પહોંચ્યા આ પહેલા ગુરુવારે મેક્સિકોએ 300થી વધુ ભારતીયોને દેશ છોડવાનો આદેશ આપ્યો હતો મેક્સિકોએ આ નિર્ણય અમેરિકાની ચેતવણી બાદ લીધો હતો આ તમામ ભારતીયોએ કથિત રીતે છેલ્લા થોડા મહિનામાં ઈન્ટરનેશનલ એજન્ટોની મદદથી ગેરકાયદેસર રીતે મેક્સિકોમાં પ્રવેશ કર્યો હતો, જેથી તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકે

એરપોર્ટ પહોંચેલા મુસાફરોમાં સામેલ ગૈરવ કુમારે જણાવ્યું કે અમારા એજન્ટે અમને જંગલના રસ્તાથી ત્યાં સુધી પહોંચાડયા હતા લગભગ બે સપ્તાહ અમે જંગલમાં ચાલ્યા હતા બાદમાં અમને મેક્સિકોમાંથી કાઢી મૂકવામાં આવ્યા માત્ર ભારતીયોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા છે, જ્યારે શ્રીલંકા, નેપાળ અને કેમરુનના લોકો હાલ પણ અહીં જ રહી રહ્યાં છે મેં મારી જમીન, સોનું બધું જ વેચીને 18 લાખ રૂપિયા એજન્ટને ચૂકવ્યા હતા