અમદાવાદમાં દારૂ સામે પોલીસની ડ્રાઈવ, છારાનગરમાં હજારો લીટર વોશનો નાશ કરાયો

  • 5 years ago
અમદાવાદ: દારૂના અડ્ડાઓ પર દરોડા પાડવાની રાજ્ય પોલીસ સૂચના બાદ અમદાવાદના સરદારનગરના છારાનગરમાં પોલીસ દ્વારા ડ્રાઈવ કરવામાં આવી હતી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને સમગ્ર છારાનગરમાં દરોડા પાડ્યા હતા પોલીસને હજારો લિટરનો દારૂનો વોશ મળી આવ્યો હતો, જેનો નાશ કરવામાં આવ્યો હતો
રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોત દ્વારા ગુજરાતમાં પોકળ દારૂબંધી અંગે કરવામાં આવેલ નિવેદન બાદ રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે હવે રાજ્યની તમામ પોલીસને દારૂ અને જુગારના અડ્ડાઓ પર દરોડાની કાર્યવાહી કરવા માટે ગાંધીનગર પોલીસ ભવનથી ફેક્સ કરી આદેશ અપાયા છે