રાજનાથ સિંહે INS ખંડેરી સબમરીન નૌસેનાને સોંપી, કહ્યું- પાક. કાર્ટૂન મેકર્સ વચ્ચે મજાક બન્યું

  • 5 years ago
ભારતની બીજી સ્કોર્પીન ક્લાસ સબમરીન આઈએનએસ ખંડેરી આજે નૌસેનામાં સામેલ થઈ ગઈ છે રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ચીફ ઓફ નેવલ સ્ટાફની હાજરીમાં આઈએનએસ ખંડેરી સાથે P-17A વર્ગના પહેલાં સબમરીન આઈએનએસ નિલગિરી અને જંગી જહાજને રાખવા માટે ડ્રાયડૉકનું પણ મુંબઈ નેવલ ડોકયાર્ડ પર ઉદ્ધાટન કરવામાં આવ્યું છે આ દરમિયાન રાજનાથ સિંહે પાકિસ્તાનની મજાક ઉડાવતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે અમે જે પગલાં લઈ રહ્યા છીએ તેને વૈશ્વિક સમર્થન મળી રહ્યું છે પરંતુ પાકિસ્તાન આ મુદ્દે દરેકના દરવાજે જઈને કાર્ટૂન બનાવનાર લોકો વચ્ચે મજાકનો મુદ્દો બની રહ્યું છે