મોદીને ફાધર ઓફ ઇન્ડિયા ન માનનાર ભારતીય નથી - જીતેન્દ્ર સિંહ

  • 5 years ago
કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે બુધવારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમણે કહ્યું “જે લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ‘ફાધર ઓફ ઇન્ડિયા’ સ્વીકાર નથી કરી શકતાં, તેઓ પોતાને ભારતીય ન કહી શકે ” મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોદીને ફાધર ઓફ ઇન્ડિયા કહ્યા હતા

પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે ન્યૂઝ એજન્સીને કહ્યું, “વિદેશમાં રહેતા લોકો આજે પણ ભારતીય હોવા પર ગર્વ લે છે આ ત્યારે થઇ રહ્યું છે જ્યારે પ્રધાનમંત્રી મોદીના વ્યક્તિત્વ અને વ્યવહારથી દેશનું સન્માન વધી રહ્યું છે આ પહેલી વખત છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિએ ભારતના પ્રધાનમંત્રી માટે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કર્યો હોય પરંતુ જે કોઇને પણ આ શબ્દ પર ગર્વ નથી થતો, તેઓ પોતાને ભારતીય ન કહી શકે ”

Recommended