અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા નહિ કરાયઃઅમિત શાહ

  • 5 years ago
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે કહ્યું કે, અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા કરવામાં નહીં આવે આ અનુચ્છેદ આસામની સાથે પૂર્વોત્તરના તમામ રાજ્યોને વિશેષ દરજ્જો આપે છે તેમણે કહ્યું હતું કે અનુચ્છેદ 370 ખતમ થયા બાદ વિપક્ષી દળોએ એક અભિયાન ચલાવીને અનુચ્છેદ 371ને હટાવવાની અફવા ફેલાવી હતી

ઉત્તર પૂર્વી પરિષદની 68મી પૂર્ણકાલિન બેઠકને સંબોધતા શાહે કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવાયા બાદ અહીંના લોકોને ડર હતો કે અનુચ્છેદ 371 પણ હટાવવામાં આવશે હું તમામ લોકોને વિશ્વાસ અપાવું છું કે અનુચ્છેદ 371 સાથે કોઈ ચેડા કરવામાં નહિ આવે