અમદાવાદ: બાળકોનું અપહરણ કરવાની શંકાએ ટોળાએ મહિલાને માર માર્યાનો વીડિયો વાયરલ

  • 5 years ago
અમદાવાદ: બાળકોનું અપહરણ કરવાની શંકાએ ટોળાએ માનસિક અસ્થિર જેવી દેખાતી મહિલાને માર માર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વીડિયો અમદાવાદના કોઈ વિસ્તારનો હોવાનું હાલ સોશિયલ મીડિયામાં ફરતું થયું છે જો કે આ મહિલા કોણ છે? કેમ આખરે ટોળું મહિલાને માર મારી રહ્યું છે? શુ મહિલા ખરેખર બાળકોનું અપહરણ કરે છે કે કેમ ? તે અંગે કોઇ માહિતી પ્રાપ્ત થઇ નથી વીડિયો પરથી જણાય છે કે આ મુસ્લિમ બહુમતિવાળો વિસ્તાર છે અને સસ્તા અનાજની દુકાન પર ગુજરાતીમાં બાર્ડ છે તથા એક ઓટો રિક્ષા પર 'રોજાના' ગુજરાતીમાં લખેલું જણાય છે તેમજ મહિલાએ પૂરા કપડાં પણ પહેર્યા નથી