જામનગરમાં 58 વર્ષના નવીનભાઇએ 100 ગ્રામના એક એવા 13 લાડુ આરોગ્યા

  • 5 years ago
જામનગર: શહેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશચોથના દિવસે ઓપન સૌરાષ્ટ્ર મોદક આરોગવાની સ્પર્ધા સંસ્કૃત પાઠશાળામાં રાખવામાં આવી હતી સ્પર્ધા ત્રણ વિભાગમાં વહેંચણી કરવામાં આવી હતી અને સ્પર્ધામાં ચુરમાના લાડુ સાથે દાળ પીરસવામાં આવી હતી જેમાં જામનગર, મોરબી, ખંભાળિયા, જામજોધપુર, જામકંડોરણા, ધ્રોલ, નડીયાદ, પાટણ શહેરોમાંથી સ્પર્ધકો જોડાયા હતાં અને 19 ભાઇઓ, 5 બહેનો તથા 5 બાળકો મળીને કુલ 31 સ્પર્ધકોએ લાડુ આરોગ્યા હતાં સ્પર્ધામાં ભાઇઓના વિભાગમાં 58 વર્ષના જામકંડોરણાના નવીનભાઇ દવેએ 100 ગ્રામના એક એવા 13 લાડુ આરોગી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું

Recommended