સરકારી શાળામાં ક્લાસરૂમમાં આંટા મારે છે કૂતરાઓની ટોળકી, સાહેબોને કોઈ ફેર ના પડે

  • 5 years ago
મધ્યપ્રદેશમાં ભલે સરકાર બદલાઈ હોય પણ સરકારી શાળાઓની હાલત તો હજુ પણ દયનીય જ છે એક તરફ જ્યાં અનેક શાળાઓમાં સ્ટાફની અછત હોવાની માહિતીઓ સામે આવે છે ત્યાં ઘણી સરકારી શાળાઓમાં તો પ્રાથમિક સુરક્ષા અને સુવિધાઓનો પણ અભાવ સામે આવી રહ્યો છેપન્ના જિલ્લામાં આવેલી સરકારી શાળાના કેટલાક દૃશ્યો સામે આવતાં જ શિક્ષણ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે આ સરકારી શાળામાં મધ્યાહન ભોજનના સમયે આખા ગામનાં કૂતરાં ઉમટી પડીને ક્લાસરૂમાં કબજો જમાવી લે છે આખી ટોળકી લડીને અને ભસીને બાળકોના ભણતરમાં તો ખલેલ પાડે જ છે સાથે જ કોઈ બાળક પર હુમલો કરવાની શક્યતાઓ પણ નકારી શકાતી નથી જો કે, શાળાના શિક્ષકો માટે આવી ઘટનાની જાણે કે કોઈ નવાઈ ના હોય તેમ તેઓ કેમેરાની સામે જ એવું કહેતા જોવા મળ્યા હતા કે આવા કૂતરાઓથી કોઈ ખતરો ના હોય આખી ઘટના જિલ્લા શિક્ષણાધિકારીના ધ્યાને આવતાં જ તેમણે તપાસના આદેશ આપ્યા હતા સાથે જ જણાવ્યું હતું કે શાળાની અંદર સુરક્ષા વ્યવસ્થાનું ધ્યાન રાખવાની જવાબદારી પણ શિક્ષકોની જ હોય છે

Recommended