ભાજપના કોર્પોરેટરનો લાંચ માગતો વીડિયો વાઇરલ થતાં પક્ષમાંથી હાંકી કઢાયા

  • 5 years ago
ઈસનપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર પુલકિત વ્યાસ ઉર્ફે બબુલભાઈ ગેરકાયદે બાંધકામ મામલે લાંચ માંગતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો ત્યાર બાદ DivyaBhaskarએ આ અંગે એક એક્સક્લુઝિવ અહેવાલ રજૂ કર્યો હતો આ અહેવાલની રાજકીય વર્તુળોથી લઈને સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી હતી જેને પગલે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે પુલકિત વ્યાસને તાત્કાલિક અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કર્યો હતો કોર્પોરેટર પુલકિત વ્યાસે DivyBhaskar સાથેની વાતચીતમાં વાઈરલ થયેલા આ વીડિયો પલટી મારી કહ્યું હતું કે, આ વીડિયો તદ્દન ખોટો છે મેં તો ઉછીના આપેલા પૈસા પાછા લીધા છે, ત્યારે સવાલ એ થાય કે, જો પુલકિત વ્યાસે ઉછીના આપેલા પૈસા પાછા લીધા હોય તેને પાર્ટીમાંથી કેમ સસ્પેન્ડ કરવામાં આવ્યો?

Recommended