પેરિસમાં મોદીએ કહ્યું, ટેમ્પરરીને હટાવતાં 70 વર્ષ થયા, સમજાતું નથી હસુ કે રડું ?

  • 5 years ago
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે તેઓ કાલે અહીં બિયારિટ્ઝ શહેરમાં જી 7 સમિટમાં સામેલ થશે પેરિસમાં તેમણે ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું અહીં કાર્યક્રમની શરુઆત રાષ્ટ્રગાન સાથે થઇ હતી અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા મોદીએ કહ્યું કે અત્યારે પેરિસ રામમય થઇ ગયું છે તેમણે ભારત અને ફ્રાન્સની અતૂટ દોસ્તીની પણ વાત કરી હતી આ સંબોધનમાં તેમણે ભારતમાં થઇ રહેલા બદલાવ, આતંકવાદ વિરુદ્ધ લડાઇ, ટેક્નોલોજી, ટ્રિપલ તલાક, ભારત-ફ્રાન્સના સંબંધો, ચંદ્રયાન તેમજ કાશ્મીર મુદ્દે વાત કરી હતી

શરુઆતમાં મોદીએ કહ્યું, ભારતે પાછલા પાંચ વર્ષોમાં કેટલાય સકારાત્મક બદલાવ કર્યા છે આ બદલાવના કેન્દ્રમાં ભારતની યુવા શક્તિ, ભારતના ગામડા, ગરીબ, ખેડૂત, નારી શક્તિ તેના કેન્દ્રબિન્દુમાં રહ્યા છેહું ફુટબોલ પ્રેમીઓના દેશમાં આવ્યો છું, અને જ્યારે ફુટબોલ પ્રેમીઓ વચ્ચે આવ્યો છું ત્યારે તમે યોગ્ય રીતે જાણો છો ગોલનું શું મહત્વ હોય છે તેથી અલ્ટિમેટ મેળવવા ગોલ જ કરવો પડે છે છેલ્લા પાંચ વર્ષમાં એવા ગોલ રાખ્યા છે જે પહેલા અસંભવ માનવામાં આવતા હતા

Recommended