પૂરગ્રસ્ત લોકો માટે રાહતકાર્યમાં લાગેલા હેલિકોપ્ટર ક્રેશમાં પાયલટ સહિત ત્રણના મોત

  • 5 years ago
ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં બુધવારે બપોરે એક હેલિકોપ્ટર વીજળીના તારમાં ફસાઈ જતા ક્રેશ થયું હતું દુર્ઘટનામાં પાયલટ સહિત ત્રણ લોકોના મોત થયા છે ખાનગી કંપનીનું આ હેલિકોપ્ટર પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી પરત ફરી રહ્યું હતું ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરી મૃતકોના પરિવારજનોને 15-15 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે

આ હેલિકોપ્ટરમાં પાઈલટ રાજપાલ, કો-પાઈલટ કતપાલ લાલ અને સ્થાનિક રહેવાસી રમેશ સવાર હતામળતી માહિતી પ્રમાણે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું હેલિકોપ્ટર અચાનક વીજળીના તારમાં ફસાતા આ દુર્ઘટના સર્જાઈ હતી