એભલવડ ગામમાં રાત્રે સૂતેલા 75 વર્ષના વૃદ્ધાને ઝાડીમાં લઇ જઇ દીપડાએ ફાડી ખાધા

  • 5 years ago
કોડીનાર: કોડીનારના એભલવડ ગામે રહેતા લાભુબેન લાખાભાઇ ખસિયા(ઉ75) ગત રાત્રે પોતાના ઘરની ઓરડીમાં સૂતા હતાત્યારે અચાનક આવી ચડેલા દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો અને જંગલ તરફ ઉઠાવી લઇ ગયો હતો અને ફાડી ખાધા હતા

વહેલી સવારે ગ્રામજનોને જાણ થતા શોધખોળ હાથ ધરી હતી બાદમાં ગામની બહાર ઝાડીમાંથી લાભુબેનનો અડધી ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો વન વિભાગને જાણ થતા ટીમ દોડી આવી હતી અને વૃદ્ધાના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડી દીપડાને પાંજરે પૂરવા તજવીજ હાથ ધરી છે