કેરળ અને કર્ણાટકમાં પૂર-ભૂસ્ખલનના કારણે 12 દિવસમાં 130ના મોત

  • 5 years ago
દેશના વિવિધ રાજ્યોમાં પુર-ભૂસ્ખલન અને વરસાદના કારણે છેલ્લા 12 દિવસમાં 200 લોકોના મોત થયા છે કેરળના 14 જિલ્લા ભારે પુર અને ભૂસ્ખલનના કારણે સૌથી વધુ અસરગ્રસ્ત બન્યા છે અહીં 8થી 12 ઓગષ્ટ વચ્ચેનો મૃત્યુઆંક 88 સુધી પહોંચી ગયો છે, જ્યારે 53 લોકો ગુમ છે કર્ણાટકમાં 42 અને મહારાષ્ટ્રમાં 43 લોકો મોતને ભેટ્યા છે

કેરળમાં ભૂસ્ખલનના કારણે મલપ્પુરમમાં સૌથી વધારે 29, કોઝિકોડમાં 17,વાયનાડમાં 12, કન્નૂરમાં 09, ત્રિશૂર અને ઈડુક્કી જિલ્લામાં 5-5 તિરુવનંતપુરમ, અલપ્પુઝા, કોટ્ટાયમ અને કસાગોડ જિલ્લાઓમાં 2-2 લોકોના મોત થયા છે આ સિવાય રાજ્યમાં 53 લકો ગુમ છે સાથે જ 838 ઘરને મોટા પાયે નુકસાન થયું છે 63,605 પરિવારોના દોઢ લાખથી વધુ લોકોએ 1413 શિબિર કેન્દ્રોમાં શરણ લીધી છે