દાંતીવાડા ડેમમાં સૌપ્રથમવાર નર્મદાનું 100 ક્યૂસેક પાણી નખાયું, 87 ગામોને લાભ થશે

  • 5 years ago
દાંતીવાડાઃ દાંતીવાડા ડેમમાં 500 કરોડથી વધુ રૂપિયાના ખર્ચે નાખેલી પાઇપલાઇનમાં રવિવારે નર્મદાનું પાણી ચાલુ કરવામાં આવતા જિલ્લાવાસીઓ ખુશખુશાલ છે બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ અને આગેવાનોએ પ્રથમ વખત આવેલા નર્મદા નીરના વધામણા કર્યા હતા આ પાણી દાંતીવાડા, પાલનપુર અને ડીસા તાલુકાના 87 ગામો અને 39 પરામાં પીવા માટે પુરું પાડવામાં આવશે