બોપલમાં નિર્માણાધીન બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના 4 સભ્યોના મોત

  • 5 years ago
અમદાવાદ: શહેરમાં બે દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે આ વરસાદને પગલે શહેરનાં શેલામાં નિર્માણાધીન બંગલાની દિવાલ ધરાશાયી થતા એક જ પરિવારના ચાર લોકોનાં મોત થયા છે રાતના લગભગ સાડા ત્રણ વાગ્યે દિવાલ પડવાને કારણે ચાર લોકો દટાયા હતાં ત્યાર બાદ ફાયર વિભાગે બચાવ કામગીરી હાથ ધરીને દિવાલ નીચે દબાયેલા ચાર લોકોને સોલા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતાં જ્યાં તમામ ચાર લોકોને મૃત જાહેર કરવામાં આવ્યાં હતા