પૂરમાં તણાયેલા વેપારીનો મૃતદેહ એક કિ.મી. દૂરથી આજે 10માં દિવસે મળ્યો, પરિવારનું આક્રંદ

  • 5 years ago
વડોદરા: 31 જુલાઇના રોજ વરસેલા 20 ઇંચ વરસાદના કારણે કોયલી ફળિયામાં કેડ સમા પાણી ભરાઇ ગયા હતા જેથી કાંસનું ઢાંકણું ખોલવા જતી વખતે કોયલી ફળીયામાં રહેતો અને લસણનો વ્યવસાય કરતો મુકેશ પરમાર(29) તણાઇ ગયો હતો કાંસમાં તણાઇ ગયેલા યુવાનની શોધખોળ પરિવાર કરી રહ્યો હતો અને પરિવારે તેમના દીકરાને શોધવા માટે કલેક્ટરમાં અરજી પણ આપી હતી છેક 10માં દિવસે આજે યુવાનનો મૃતદેહ ભૂતડી ઝાંપા બ્રિજ પાસેથી મળી આવ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યો હતો

Recommended