મળો અમદાવાદના સીનિયર સિટિઝન ગ્રૂપ, હાર્મોનિકા ક્લબ ઓફ ગુજરાતને

  • 5 years ago
અમદાવાદઃ'હૈ અપના દિલ તો આવારા, ન જાને કિસપે આયેગા' હેમંત કુમારના આ સદાબહાર આ ગીતની ધૂનને હાર્મોનિકા (માઉથ ઓર્ગન) પર એક સીનિયર સિટિઝનનું એક ગ્રુપ વગાડી રહ્યું છે અને જાણે એમ થાય કે આ સોન્ગ ક્યારેય પૂરું જ ન થાય 8 ઓગસ્ટ એટલે કે 'વર્લ્ડ સીનિયર સિટિઝન ડે' નિમિત્તે દિવ્ય ભાસ્કરે અમદાવાદના 'હાર્મોનિકા ક્લબ ઓફ ગુજરાત' સાથે મુલાકાત કરી અને આ ગ્રૂપ વિશે ઘણી
ઇન્ટરેસ્ટિંગ વાતો જાણી

'ગ્રુપને 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' ટીવી શોમાં સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું'
અત્યારની યુવાપેઢીમાં હાર્મોનિકા એટલે કે વાજું કે માઉથ ઓર્ગનની લોકપ્રિયતા અતિશય ઓછી થઈ ગઈ છે તેવામાં અમદાવાદના ટેલેન્ટેડ સીનિયર સિટિઝનોનું એક અનોખું ગ્રૂપ એક પણ રવિવારે હાર્મોનિકા પણ ધૂન વગાડવાનું ભૂલતું નથી આ ગ્રૂપના સભ્યો દર રવિવારે અમાદાવદાન પંચવટી વિસ્તારમાં આવેલા પરિમલ ગાર્ડનમાં સવારે ભેગા મળીને જૂનાં સદાબહાર ગીતો પર સૂર રેલાવે છે તેમના સૂર રેકોર્ડ કરવા માટે લોકો પડાપડી કરતા હોય છે હાર્મોનિકા ક્લબ ઓફ ગુજરાત ગ્રૂપના પ્રેસિડન્ટ બંસીભાઈ ગજ્જરે જણાવ્યું કે, અમારું આ ગ્રૂપ એક પ્રકારનું ટ્રસ્ટ છે અમે બહાર ઇવેન્ટમાં પર્ફોર્મ કરવા માટે જે ફી લઈએ છીએ તેને જરૂરિયાતમંદોને ડોનેટ કરીએ છીએ અમે કેન્સર હોસ્પિટલથી લઈને કાંકરિયા કાર્નિવલમાં પણ પર્ફોર્મ કર્યું છે ‘કલર્સ’ ટીવી ચેનલના ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’માં પણ અમે પર્ફોર્મ કર્યું છે, જ્યાં અમને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું હતું

સીનિયર સિટિઝનોએ ઓફિશિયલ ટ્રેનિંગ લીધી નથી
ગ્રૂપના સેક્રેટરી સંદીપ પાટનકરે કહ્યું કે, ‘આ ગ્રૂપમાં 60 વર્ષથી વધુ ઉંમરના સામાન્ય વ્યક્તિથી લઈને રિટાયર્ડ જજ, ટીચર, પત્રકાર, બિઝનેસમેન, એન્જિનિયર અને ડોક્ટર સામેલ છે વર્ષ 2008થી શરૂ થયેલા ગ્રૂપની ચમક આજે પણ અકબંધ છે દરેક સીનિયર સિટિઝન હાર્મોનિકા વગાડવાને ગોડ ગિફ્ટ સમજે છે, અમે કોઈ ઓફિશિયલ ટ્રેનિંગ લીધી નથી’

ગ્રૂપના ખજાનચીએ ટ્રેનમાં એક કલાકમાં 19 સોન્ગ પ્લે કર્યાં
હાર્મોનિકા ક્લબ ઓફ ગુજરાતના ખજાનચી કુમારપાલ શાહ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે તેમણે હાર્મોનિકા સાથેનો તેમનો યાદગાર અનુભવ જણાવ્યો શાહે કહ્યું કે, માઉથ ઓર્ગન ખિસ્સામાં રાખી શકાય તેવું નાનકડું ઈન્સ્ટુમેન્ટ છે હું ચંદીગઢથી દિલ્હી આવતો હતો ત્યારે મને ટ્રેનમાં ઘણો કંટાળો આવતો હતો તે વખતે મેં હાર્મોનિકાથી એક કલાકમાં 19 સોન્ગ લોકોને સંભળાવ્યાં હતાં

'રેટ્રો સોન્ગ પ્લે કરવા માટે માઉથ ઓર્ગન જ બેસ્ટ છે'
મ્યુઝિકની દુનિયામાં ઘણાં બધાં ઈન્સ્ટુમેન્ટ છે, પણ આ ગ્રૂપની ખાસિયત જ હાર્મોનિકા છે વગાડવા માટે હાર્મોનિકા જ કેમ પસંદ કર્યું તે વિશે ગ્રૂપના મેમ્બર યોગેશ ભટ્ટે જણાવ્યું કે, ‘આ મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટને વગાડવું સહેલું નથી એક સમય હતો જ્યારે બાળકો મેળામાં જઈને સૌથી પહેલાં વાજું ખરીદતાં મોટાભાગની જૂની ફિલ્મોમાં હાર્મોનિકાનો ઉપયોગ થયો છે અમને લાગ્યું કે રેટ્રો સોન્ગ પ્લે કરવા માટે માઉથ ઓર્ગન જ બેસ્ટ છે‘

'માઉથ ઓર્ગન શીખતાં 2થી 3 મહિનાનો સમય લાગે છે'
આ ક્લબમાં એક મ્યુઝિક ટીચર એટલે કે પરેશ ભાટિયા પણ જોડાયેલા છે તેમણે કહ્યું કે, પરંપરાગતમ માન્યતાથી અલગ માઉથ ઓર્ગન વગાડતાં શીખવું ઘણું સહેલું છે તેને શીખવા માટે માત્ર 2થી 3 મહિનાનો સમય લાગે છે

'શરીર તંદુરસ્ત રહે છે'
ગ્રૂપમાં 74 વર્ષીય ડો નરેશ ખાંડવાલાએ હાર્મોનિકાના સ્વાસ્થ્ય સંબંધી ફાયદા પણ જણાવ્યા તેમણે કહ્યું કે, વાજું વગાડવાથી પ્રાણાયમ જેટલા ફાયદા શરીરને થાય છે હું તો લોકોને એક જ
મેસેજ આપીશ કે, જો શરીર તંદુસ્ત રાખવું હોય તો હાર્મોનિકા શીખવાનું શરૂ કરી દો

સિદ્ધિ
સીનિયર સિટિઝનનો માઉથ ઓર્ગન વગાડવાનો જુસ્સો ભલભલાને હંફાવી દે તેવો છે વર્ષ 2015માં ઇન્દોરમાં યોજાયેલી ‘ઇન્ડિયન માઉથ ઓર્ગન પ્લેયર્સ એન્યુઅલ મીટ’માં આ ક્લબના 12 મેમ્બર્સે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો 14 મિનિટમાં 10 સોન્ગ પ્લે કરીને ‘ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સ’માં નામ નોંધાવ્યું હતું

આગામી 23 સપ્ટેમ્બરના રોજ તેઓ હૈદરાબાદ ખાતે યોજાનારી ઓલ ઈન્ડિયા હાર્મોનિકા પ્લેયર્સ મીટમાં ભાગ લેવા માટે સજ્જ થઈ રહ્યા છે જિંદગીની સમી સાંજને માઉથ ઓર્ગનના સૂરોથી સજાવતા આ જિંદાદિલ સીનિયર સિટિઝનોને માણવા હોય તો કોઈપણ રવિવારે સવારે અમદાવાદના પરિમલ ગાર્ડને પહોંચી જવું જીવનને માણવાના એક નવા જ ઉત્સાહનો સંચાર થશે તેની ગેરન્ટી છે