UGVCL કચેરીમાં જ નાયબ ઈજનેર અને વચેટિયો 10 હજારની લાંચ લેતાં ઝડપાયા

  • 5 years ago
પાટણ: પાટણના એક વેપારી પાસેથી યુજીવીસીએલના નાયબ ઈજનેર એમજીપટેલ અને તેમના વચેટિયાને પાટણ એસીબીની ટીમે સોમવારે રૂ10 હજારની લાંચ લેતાં પાવર હાઉસ પાસે આવેલી નાયબ ઈજનેરની કચેરીમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા
શહેરના એક વેપારીએ તેમના બોલ્ટ બનાવવાના કારખાનામાં વીજ મીટર માટે અરજી કરી હતી પરંતુ નાયબ ઈજનેર મનુભાઈ ગણેશભાઈ પટેલે બહાના બતાવી મીટર આપ્યું ન હતું અને ત્યારબાદ વચેટિયા પ્રકાશ નરોત્તમભાઈ સથવારાએ વેપારીને મળી સાહેબનો વ્યવહાર કરવો પડશે તેમ કહી રૂ25 હજાર લાંચની માગણી કરી હતી જેમાં 15 હજાર આપવાનું નક્કી થયું હતું, પરંતુ વેપારી લાંચ આપવા માંગતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ આપી હતી જેને પગલે પાટણ એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી નાયબ ઈજનેરની કચેરીએ પહોંચી હતી પ્રથમ વેપારી સાથે વચેટિયા પ્રકાશે વાતચીત કર્યા બાદ નાયબ ઈજનેર એમજીપટેલે વેપારી પાસેથી રૂ10 હજારની લાંચ લેતાં ઈજનેર અને વચેટિયાને પીઆઈ પટેલે પકડી લીધા હતા

Recommended