જેલમાંથી ફરાર થવા પોતાની દિકરીનો ગેટઅપ ધારણ કર્યો, પોલીસે કપડાં કઢાવતાં જ ખેલ પકડાયો

  • 5 years ago
બ્રાઝિલિયન ગેંગ લીડર એવા ક્લુવિનો દા સિલ્વાએ જેલમાંથી ભાગવા માટે જે રસ્તો અખત્યાર કર્યો હતો તેનો વીડિયો સામે આવતાં જ લોકોને પણ નવાઈ લાગી હતી ડ્રગની હેરાફેરીના ગુનામાંરિયો ડી જાનેરોની જેલમાં બંધ એવા આ શાતિર ગુનેગારે જેલમાંથી ફરાર થવા માટે પોતાની દિકરી જેવો જ ગેટઅપ ધારણ કરી લીધો હતો જો કે, તે જેલમાંથી ભાગી જાય તે પહેલાં જ જેલરે તેનો આ પ્લાન નિષ્ફળ બનાવ્યો હતો સત્તાવાળાઓએ તેને પકડીને જ્યારે તેનાં એક બાદ એક કપડાં, સિલિકોન માસ્ક અને લાંબા વાળની વિગ નીકાળી કે તરત જ યુવતીના ગેટઅપ પાછળ રહેલો શાતિર ગુનેગારનો અસલી ચહેરો સામે આવ્યો હતો ક્લુવિનોનો પોતાના હાથે જ તેનો આ નકલી વેશ નીકાળતો હોય તેનો આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાઈરલ થવા લાગ્યો હતો