ઓછી ઉંમરની યુવતી સાથે સંબંધ બાંધતા યુવકને ફટકાર્યા 33 કોરડા

  • 5 years ago
ઈન્ડોનેશિયામાં નાની ઉંમરની યુવતી સાથે રિલેશન બનાવતા યુવકના શરીર પર 33 કોરડા ફટકારવાનું ફરમાન સંભળાવવામાં આવ્યું એટલુ જ નહીં લગ્ન પહેલા શારીરિક સંબંધ બનાવવા પર 22 વર્ષની એક યુવતી અને તેના બૉયફ્રેન્ડને સરેઆમ 100-100 કોરડા મારવામાં આવ્યા યુવતી મદદ માટે અધિકારીઓને કણસતી રહી અને અંતે તેની તબિયત બગડતાં તેને હૉસ્પિટલ ખસેડવી પડી હતીલોકોને સરેઆમ સજા આપવાની આ ઘટના ઈન્ડોનેશિયાના અચેહ પ્રાંતની છે જ્યાં હાલમાં જ 12 લોકોને જાહેરમાં સજા આપવામાં આવી, અચેહ પ્રાંતથી 274 કિલોમીટર દૂર હોકસિઉમવે સ્ટેડિયમમાં જ્યારે આ લોકોને પીટાઈ રહ્યા હતા ત્યારે ઘણાં લોકો તેમને જોવા આવ્યા હતા અહીં 14 લોકોને જુગાર રમવા, દારૂ પીવા, સમલૈંગિક સંબંધ બનાવવા અને લગ્નેત્તર સંબંધ બનાવવા જેવા અલગ અલગ કિસ્સામાં સજા આપવામાં આવી
આ આખી ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે જે રૂવાડા ઉભા કરી દેનાર સાબિત થયો છે

Recommended