4 યુવાન તણાયા, બાળકનું મોત, રસ્તાઓ ધોવાયા, નીચાણ વાળા વિસ્તારોમાં હજુ પાણી

  • 5 years ago
રાજકોટ:શહેરમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે મોટાભાગના રસ્તાઓ ધોવાઈ ગયા છે મોટા મૌવા અને આંબેડકર નગરને જોડાતું નાલુ સંપૂર્ણ રીતે ધોવાઈ જતાં રસ્તો બંધ થઈ ગયો છે જેને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે રાજકોટના તાલુકામાં પડેલા ભારે વરસાદના કારણે ઠેબચડાથી ખરેડી ગામ સુધીનો પણ વાહન વ્યહાર ઠપ્પ થઈ ગયો છે ખેરડી ગામનો પુલ ધોવાઈ જતાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને જીવના જોખમે વિદ્યાર્થીઓ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યાં છે આ સાથે જ 2 યુવાનો પાણીમાં તણાઈ જતાં છેલ્લા 12 કલાકથી રેસ્ક્યૂ કરવામાં આવી રહ્યું છે