ચેક બાઉન્સ કેસમાં એક્ટ્રેસ કોયના મિત્રાને 6 મહિનાની જેલ

  • 5 years ago
બોલિવૂડ એક્ટ્રેસ કોયના મિત્રાને ચેક બાઉન્સ કેસમાં મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટની એક કોર્ટે 6 મહિનાની જેલની સજા સંભળાવી છે આ સાથે જ કોર્ટે આ મહિને કોયનાને 4 લાખ 64 હજાર રૂપિયા અને ઉપરથી 164 લાખ રૂપિયા વ્યાજનાં ચુકવવાનો આદેશ આપ્યો છે કોયનાએ આ રકમ મોડલ પૂનમ શેઠીને આપવાની છે પૂનમે 2013માં કોયના વિરુદ્ધ ચેક બાઉન્સ થયા બાદ કેસ દાખલ કરાવ્યો હતો જોકે કોયનાએ આ આરોપોથી ઇન્કાર કર્યો હતો સુત્રો મુજબ કોયના મિત્રાએ મોડલ પૂનમ પાસેથી 22 લાખ રૂપિયા નક્કી સમય માટે ઉધાર લીધા હતાં જ્યારે પૈસા પરત કરવાનો સમય આવ્યો ત્યારે કોયનાએ પૂનમને ત્રણ લાખ રૂપિયાનો ચેક આપ્યો, જે બાઉન્સ થયો હતો પૂનમ શેઠીએ વર્ષ 2013માં કોયનાને લિગલ નોટિસ પણ ફટકારી હતી જ્યારે કોયનાએ તેના પૈસા પરત ન કર્યા ત્યારે પૂનમે તેનાં વિરુદ્ધ 10 ઓક્ટોબર 2013નાં કેસ દાખલ કરાવ્યો હતો કોયનાએ તેની ઉપર લાગેલાં આરોપોથી ઇન્કાર કરતાં મોડલ પૂનમ પર જ આરોપ લગાવ્યો હતો કે પૂનમે તેનો ચેક ચોરી કરી લીધો હતો કોયનાનું કહેવું હતું કે, પૂનમની આર્થિક સ્થિતિ એટલી સારી ન હતી કે તે તેને 22 લાખ રૂપિયા આપી શકે મેજિસ્ટ્રેટે કોયનાની દલિલોને માન્ય ન રાખી અને તેને 6 મહિનાની જેલની સજા સંભળાવી