મહિલાનું પર્સ તફડાવીને ભાગવા જતાં જ ટોળાએ ઝડપી લીધો, ખુરશી-ટેબલથી ફટકાર્યો

  • 5 years ago
મલેશિયાના કુચિંગમાં આવેલ એક કોફીશોપની બહાર મહિલાના હાથમાંથી પર્સ ઝૂંટવીને ભાગવા જતાં જ એક શખ્સ ટોળાની ઝપટે ચડી ગયો હતો મહિલાનું પાકિટ ખેંચીને ભાગેલા આ મહાશય બાઈક પર સવાર થઈને રફૂચક્કર થાય એ પહેલાં તો કેટલાક સતર્ક નાગરિકોએ તેને દબોચી લીધો હતો આખી ઘટના જાણ્યા બાદ તો ટોળું હાથમાં ખુરશી-ટેબલ લઈને તેના પર તૂટી પડી હતું પબ્લિકે તેને મારી મારીને અધમૂવો કરીને પોલીસને સોંપી દીધો હતો પોલીસે પણ બાદમાં આ ઘટનાની પુષ્ટી કરી હતી સ્થાનિક પોલીસ ઓફિસરે પણ લોકોની આવી સતર્કતાના વખાણ કર્યા હતા, જો કે આ રીતે ટોળાએ કાયદો પોતાના હાથમાં લઈને તેને માર માર્યો તે ઘટનાને પણ વખોડી હતી પોલીસે આ સ્નેચરની સામે લૂંટનો ગુનો નોંધ્યો હતો તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહાશય સામે અગાઉ પણ અનેક ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે પર્સ સ્નેચિંગનો ભોગબનેલી મહિલાને પણ ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું હતું