જયારે રોહિતે ટ્વિટ કરીને ટીમમાં સામેલ ન થયાનું દુ:ખ વ્યક્ત કર્યું હતુ

  • 5 years ago
કેમરા, ક્રિકેટ અને કિસ્સામાં આજે વાત કરીશું વર્લ્ડ કપ 2011નીજે રોહિત શર્મા સાથે જોડાયેલી છે



રોહિત શર્મા વર્લ્ડ કપ 2019માં 4 સદી ફટકારી ચૂક્યા છે 7 મેચમાં 544 રન બનાવીને રોહિત ટોપ પર છે પણ શું તમે જાણો છો કે 2007માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યુ કરનાર રોહિતને વર્લ્ડ કપમાં ડેબ્યૂ માટે 2015 સુધી રાહ જોવી પડી હતી વર્ષ 2011માં ક્રિકેટમાં સારી રીતે એક્ટિવ રહેવા છતાં રોહિતને વર્લ્ડ કપ માટેની 15 લોકોની ટીમમાં સામેલ નહોતો કરાયો જેનાથી રોહિત ઘણો દુ:ખી થયો હતો ત્યારે ટ્વિટ કરીને રોહિતે આ વાત જાહેર પણ કરી હતી રોહિતે ટ્વિટમાં લખ્યું હતું કે, વર્લ્ડ કપ ટીમનો હિસ્સો ન બનવા બદલ ખરેખર ખૂબ નરાશ છું મને અહીંથી આગળ વધવાની જરૂર છેપરંતુ ઈમાનદારીથી કહું તો આ મારા માટે મોટો ઝટકો છે



જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2015ના સેમિફાઈનલ મુકાબલામાં રોહિતે 137 રનની શાનદાર ઈનિંગ રમી હતી

Recommended