ન્યૂઝ ચેનલની એંકરે લાઈવમાં લોચો માર્યો, બાદમાં ભૂલ પણ સ્વીકારી

  • 5 years ago
પાકિસ્તાની ન્યૂઝ ચેનલમાં ચાલી રહેલી આર્થિક વ્યવસ્થાની ચર્ચામાં એક્સપર્ટના શબ્દને સમજવામાં થાપ ખાઈ ગયેલી એંકર સોશિયલ મીડિયામાંમજાકનું પાત્ર બની હતી પાકિસ્તાની મહિલા રિપોર્ટર દ્વારા ટ્વિટર પર શેર કરાયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે સ્ટૂડિયોમાં પાકિસ્તાનનીઆર્થિક હાલત પર ચર્ચા કરતાં સમયે ગેસ્ટે એપલ કંપનીના ટર્નઓવર અને પાકિસ્તાનના બજેટની સરખામણી કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કેએપલનું ટર્નઓવર આપણા બજેટ કરતાં પણ વધુ છે જો કે સામે પક્ષે એંકરે છબરડો મારીને હા માં હા પૂરાવી કહયું હતું કે હા, મેં પણ સાંભળ્યું હતુંકેસફરજનનું આટલું મોટું ટર્નઓવર છે એંકરની ગાડી આડે પાટે ચડી જતાં જ ગેસ્ટે વધુ ફોડ પાડતાં કહ્યું હતું કે હું સફરજનની નહીં પણ એપલમોબાઈલની વાત કરું છું બાદમાં આ ન્યૂઝ એંકરે પણ પોતાની ભૂલ સહજતાથી સ્વીકારી લીધી હતી સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોપર જાત જાતની પ્રતિક્રિયાઓ આવી હતી, કેટલાક યૂઝર્સે આ એંકરના જનરલ નોલેજ પર સવાલો ઉઠાવ્યા હતા તો કેટલાકે આ શોને જ કોમેડી શોગણાવીને મજા લીધી હતી આ બધામાં કેટલાક યૂઝર્સે મહિલા એંકરની તરફેણમાં દલીલ કરતાં કહ્યું હતું કે આમાં તેનો કોઈ જ વાંક નથી એપલએટલે માત્ર મોબાઈલ ના જ થાય, સફરજન પણ થાય જ અને પાકિસ્તાનમાં સફરજનનું ટર્નઓવર પણ વધી રહ્યું છે અનેક યૂઝર્સ એવા પણ હતાજ કે જેઓ તેણે નિર્દોષતાપૂર્વક સ્વીકારેલી તેની ભૂલ પર આફરીન થઈ ગયા હતા