સાપને પકડતાં ડરતી મહિલા તેની પાછળ અજગરને જોઈને ભાગી

  • 5 years ago
સિંગાપોરમાં આવેલા એક પ્રાણીસંગ્રહાલયમાં ચાલી રહેલા એનિમલ એક્સપિરિયન્સ શોનો લ્હાવો લેવા ગયેલી એક મહિલાની ડરના માર્યા હાલત કફોડી થઈ હતી ઝૂના સ્ટાફ સાથે આ મહિલા જ્યારે સાપને સ્પર્શ કરીને તેને હાથમાં લઈને રમાડવામાં પણ ડરતી હતી તેની આવી હાલત જોઈને બંને ઝૂકીપર મહિલાઓ તેને હિંમત આપી રહી હતી, ત્યાં જ અચાનક જ અન્ય સ્ટાફ હાથમાં 17 ફૂટનો મહાકાય અજગર પકડીને તેની પાછળ આવીને ઊભા રહી ગયા હતા તેના પાછળના ભાગે કંઈક સ્પર્શ થતાં જ તેની નજર આ મહાકાય અજગર પર પડી હતી નાના સાપને પકડવામાં પણ ડરતી આ મહિલા અજગરને જોઈને તરત જ બૂમબરાડા કરીને ત્યાંથી ભાગી હતી એક તબક્કે જો ઝૂની મહિલા સ્ટાફે તેને પકડી ના હોત તો તે સીધી જ પાણીમાં કૂદી જાત સોશિયલ મીડિયામાં મહિલાના આવા ડરામણા અનુભવ અને અજીબોગરીબ એક્સપ્રેશનનો વીડિયો વાઈરલ થયો હતો

Recommended